વોર્ડ 5 ની કોર્પોરેટર નિરાલી પટેલે પોતાના વિસ્તારવાસીઓ સાથે લક્ષ્મીનારાયણ સોસાયટી, વિભાગ 1/2 દ્વારા આયોજિત નવરાત્રિ ગરબા મહોત્સવમાં સક્રિય ભાગ લ્યો. તેમણે મા આદ્યશક્તિની આરતીમાં ભાગ લઈને નવરાત્રિ પર્વની સૌને શુભકામનાઓ પાઠવી.
આ પ્રસંગે 161 વરાછા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી તથા સંગઠનની ટીમ પણ હાજર રહી, જેના કારણે આ મહોત્સવ ભક્તિ અને સામુદાયિક ભાવનાનો જીવંત પ્રદર્શિત થયો.
