સુરત લોકસભા ક્ષેત્રના 161 – વરાછા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલ “સાંસદ ખેલ મહોત્સવ 2025” ઝોનલ સ્તરની સ્પર્ધાના ઉદઘાટન સમારંભમાં વોર્ડ 5ની કોર્પોરેટર નિરાલી પટેલે ભાગ લીધો. આ કાર્યક્રમનું ઉદઘાટન વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી (કુમાર) તેમજ અનેક હોદ્દેદારો અને માન્યગણોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
