વોર્ડ 17ની કોર્પોરેટર એડવોકેટ સ્વાતિ ક્યાડાએ શહેરમાં આયોજિત શુભ પ્રસંગમાં ઉપસ્થિત રહી નવ દંપતીને તેમના નવા જીવનની શરૂઆત માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ અવસર પર સુરત શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ પણ વિશેષ હાજરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન એડ. સ્વાતિ ક્યાડાએ કહ્યું કે, “નવ જીવનની શરૂઆત કરતા દરેક દંપતીને સમાજની શુભેચ્છા અને આશીર્વાદ મળવા જોઈએ. આવા કાર્યક્રમો સમાજને જોડે છે અને મૂલ્યોને મજબૂત બનાવે છે.”
શહેર પ્રમુખ પરેશભાઈ પટેલે પણ દંપતીને આશીર્વાદ આપતા જણાવ્યું કે, “સંબંધોનું બંધન વિશ્વાસ અને સન્માન પર ટકેલું છે. નવદંપતી પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ મેળવે તે માટે મારી શુભકામનાઓ.”
