“મારો વોર્ડ, મારી જવાબદારી” ના સંકલ્પને અનુરૂપ વોર્ડ 5ની કોર્પોરેટર નિરાલી પટેલે આજે વોર્ડ નંબર 5ના અશ્વિની કુમાર / ફૂલપાડા વિસ્તારમાં સ્થાનિકોમાંથી આવેલી રોડ સંબંધિત ફરિયાદોને ધ્યાનમાં લઈ સ્થળ વિઝિટ કરી.
કોર્પોરેટર નિરાલી પટેલ અધિકારીઓની ટીમ સાથે ફૂલપાડા ગામમાં પહોંચી, જ્યાં તેમણે રોડની સ્થિતિની જાતે જ તપાસ કરી અને સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ સાંભળી. તેમણે નાગરિકોને વિશ્વાસ આપ્યો કે રોડની સમસ્યાનો ઉકેલ લાવવા તાત્કાલિક પગલાં લેવામાં આવશે.
તેમણે જણાવ્યું કે વોર્ડમાં ઉત્તમ નાગરિક સુવિધાઓ પૂરી પાડવી અને જાહેર ફરિયાદોને ઝડપી ઉકેલવા તેમના પ્રાથમિક ધ્યેય છે.
