વોર્ડ 3 ના કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા નવજીવન થી પાસોદરા જતા રસ્તા અંગે લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. અનેક કારણોસર લાંબા સમયથી રસ્તાનું કામ અટક્યું હોવાથી પાસોદરા વિસ્તારના રહેવાસીઓને ભારે અગવડતા થઈ રહી હતી અને દૈનિક અવરજવર અસરગ્રસ્ત बनी રહી હતી.
રાહત આપવા માટે કોર્પોરેટરે રસ્તાને આંશિક પહોળો કરવાની તેમજ નવા ડામર રોડનું કામ શરૂ કરાવ્યું છે. હાલ તબક્કાવાર રીતે આ માર્ગનું કામ શરૂ થઈ ગયું છે.
કોર્પોરેટર મહેશ અણઘણ રાત્રિના સમયે સ્થળ પર પહોંચી કામની સ્થિતિ નિહાળી અને ચાલી રહેલા કાર્યની ગુણવત્તા પરખી. તેમની મુલાકાત દરમિયાન તેમણે રસ્તા સાથે આવેલી વિવિધ સોસાયટીઓના ગેટ ઉપર વાહનો સરળતાથી પસાર થઈ શકે તે માટે યોગ્ય ઢાળ (રેમ્પ) બનાવવાની સૂચના પણ કોન્ટ્રાક્ટરને આપી.
આ કામથી રહેવાસીઓને આવનાર દિવસોમાં વધુ સુવિધા અને સલામત આવનજાવનની અપેક્ષા છે.
