વોર્ડ 23ના કોર્પોરેટર પરેશ પટેલે આજે 168 ચોર્યાસી વિધાનસભામાં યોજાયેલી યુનિટી માર્ચમાં ઉપસ્થિત રહી માર્ચને લીલી ઝંડી દર્શાવી ગૌરવ અને સન્માનની લાગણી વ્યક્ત કરી.
પરેશ પટેલે જણાવ્યું હતું કે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશને રાષ્ટ્રીય એકતાનો શક્તિશાળી સંદેશ આપ્યો હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દ્રષ્ટિને વધુ મજબૂત બનાવી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે યુનિટી માર્ચ આજની પેઢીને સરદાર વલ્લભભાઇ પટેલના આદર્શો અને મૂલ્યોને અપનાવવા અને જાળવી રાખવા પ્રેરણા આપશે, જેથી રાષ્ટ્રીય એકતા અને જવાબદારીની ભાવના વધુ મજબૂત બનશે.
