વન અને પર્યાવરણ, જલવાયુ પરિવર્તન, જળસ્રોત અને પાણી પુરવઠા વિભાગના પૂર્વ રાજ્ય મંત્રી મુકેશ પટેલે આજે 155 ઓલપાડ વિધાનસભા મતવિસ્તારના કિમ ખાતે બુથ નં. 41 થી 51ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત મતદાર યાદી સુધારણા અભિયાન (SIR) – 2025ના ભાગ રૂપે યોજાઈ હતી.
મુકેશ પટેલે સ્થળ પર BLO દ્વારા ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિક નાગરિકો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળ્યા. તેમણે જણાવ્યું કે મતદાર યાદી સુધારણા પ્રક્રિયા ચૂંટણી અને મતદાન પ્રણાલી વધુ પારદર્શક બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
પટેલે નાગરિકોને વહેલી તકે ફોર્મ ભરી અભિયાનમાં સક્રિય સહભાગી થવાની અપીલ કરી.
“આ ફોર્મ ભરવું ખૂબ સરળ છે. તેથી આપ સૌ અગ્રતા આપીને આ પ્રક્રિયા પૂર્ણ કરો,” એવી વિનંતી પણ તેમણે કરી.
