વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ કિશોરભાઈ માવાણી દ્વારા અતિક્રમણ હટાવણી કામગીરીનું નિરીક્ષણ, ટ્રાફિક સમસ્યાને મળશે રાહત

વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ કિશોરભાઈ માવાણી દ્વારા અતિક્રમણ હટાવણી કામગીરીનું નિરીક્ષણ, ટ્રાફિક સમસ્યાને મળશે રાહત

na

વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ કિશોરભાઈ માવાણીે આજે લાલ દરવાજા બ્રિજ, વરાછા પોલીસ સ્ટેશન અને કતારગામ ઝોન વિસ્તારોમાં ચાલી રહેલી અતિક્રમણ હટાવવાની કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું.

આ વિસ્તારો શહેરના મુખ્ય માર્ગોમાં ગણાય છે, જ્યાં અતિક્રમણ અને દબાણોને કારણે લાંબા સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી. માવાણીએ કામગીરીની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી અને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી.

તેમણે જણાવ્યું કે, “નાગરિકોની સુવિધા માટે માર્ગોને સંપૂર્ણપણે અવરોધમુક્ત બનાવવાનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. અતિક્રમણ દૂર થતાં ટ્રાફિક હળવો બનશે અને માર્ગોનો વધુ વ્યવસ્થિત રીતે ઉપયોગ થઈ શકશે.”

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart