અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અંગદાન જાગૃતિ સાયકલ રેલી વડીલ સમાજસેવક શ્રી દિલીપ દેશમુખ દાદાની આગેવાનીમાં સફળતાપૂર્વક યોજાઈ.
આ રેલીમાં વોર્ડ નં. 6 ના કોર્પોરેટર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા અને અંગદાન જેવા મહત્વપૂર્ણ વિષય પર જનજાગૃતિ ફેલાવવાના આ પ્રયાસને બિરદાવ્યો. રેલીમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને નાગરિકોએ ભાગ લઈ અંગદાન દ્વારા જીવ બચાવવાનો સંદેશ આપ્યો.
કાર્યક્રમ દરમિયાન આયોજકોએ અંગદાન પ્રત્યે જનતામાં જાગૃતિ લાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો અને નાગરિકોને અંગદાન માટે સંકલ્પ લેવા અપીલ કરી. કાર્યક્રમનો અંત માનવતાવાદી સમાજના નિર્માણના સંદેશ સાથે થયો.
