વોર્ડ નં. 5 ની કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા આજે અશ્વની કુમાર / ફૂલપાડા વિસ્તારના મોદી મોહલ્લામાં નવી ડ્રેનેજની કામગીરી શરૂ કરાવવામાં આવી. આ કામગીરીથી વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી ડ્રેનેજની સમસ્યાઓનું નિરાકરણ આવશે તેવી અપેક્ષા છે.
આ અવસર પર કોર્પોરેટર નિરાલી પટેલે સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું તેમજ સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ જાણી. તેમણે નાગરિકોને ખાતરી આપી કે કામગીરી ગુણવત્તાપૂર્વક અને સમયસર પૂર્ણ કરવામાં આવશે.
સ્થાનિક લોકોએ આ પગલાંને આવકાર આપ્યો અને નવી ડ્રેનેજ વ્યવસ્થાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર થશે તેવી આશા વ્યક્ત કરી.
