મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના પ્રસંગે વોર્ડ 5ના કોર્પોરેટર નિરાલી પટેલે જણાવ્યું કે, “આત્મનિર્ભર અને વિકસિત ભારતનો પાયો સ્વદેશી છે. પોતાના દેશના લોકોની મહેનતથી બનેલા ઉત્પાદનો ખરીદવાં જ ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીજીને સાચી શ્રદ્ધાંજલિ છે.” તેમનું આ સંદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના વિઝન સાથે સંકળાયેલું હતું.
સુરતના ચોકબજાર ખાતે ગાંધીબાગમાં સુતરાંજલી, સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મેયર ડક્ષેશ માવાણી અને શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં અનેક ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ ગુજરાત રાજ્ય અધ્યક્ષ સી. આર. પાટીલ અને વરિષ્ઠ નેતા રત્નાકરે પણ શુભેચ્છાઓ પાઠવી હતી અને સ્વદેશી તથા એકતાની ભાવનાને મજબૂત બનાવવા કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
