રાજ્યભરમાં ચાલી રહેલી SIR (સ્ટેટ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા ખૂબ સંતોષકારક રીતે આગળ વધી રહી છે અને સૌ BLO તેમજ શિક્ષકો પોતાની ફરજ કર્તવ્યનિષ્ઠાથી બજાવી રહ્યા છે, એમ યુનિયન મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું.
મંગળવારે સુરતના લિંબાયત વિધાનસભા ક્ષેત્રના દ્વારકેશ નગરમાં ચાલી રહેલી SIR કામગીરીની તેમણે રૂબરૂ સમીક્ષા કરી. કાર્યમાં જોડાયેલા અધિકારીઓ અને સ્ટાફ સાથે મુલાકાત કરીને પ્રગતિની વિગતવાર માહિતી મેળવી.
સી.આર. પાટીલે SIR કામગીરીમાં જોડાયેલા તમામ BLO, શિક્ષકો અને કર્મચારીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે સૌની મહેનત અને નિષ્ઠા કારણે રાજ્યભરમાં આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ રહી છે.
