આજરોજ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના મધ્યસ્થ કાર્યાલય ખાતે લિંબાયત વિધાનસભાની અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વોર્ડ નં. ૨૩ ના કોર્પોરેટર પરેશ પટેલ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવું, વોર્ડ અને વિધાનસભા સ્તરે સમન્વય વધારવો સહિતના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, લિંબાયત વિધાનસભામાં સમાવિષ્ટ તમામ વોર્ડના વોર્ડ પ્રમુખશ્રીઓ તથા મહામંત્રીશ્રીઓ, તમામ કોર્પોરેટરશ્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, તમામ શક્તિકેન્દ્રના ઇન્ચાર્જશ્રીઓ, બુથ પ્રમુખશ્રીઓ તેમજ તમામ આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક પાર્ટીના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવા તેમજ કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને યોગ્ય દિશા પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.
