શિક્ષણ જ ઉજ્જવળ ભવિષ્ય માટે ઉત્તમ વિકલ્પ છે એ ભાવના સાથે વોર્ડ નં. 17 ના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ દિલ્હીની સરકારી શાળાઓનો કાયાકલ્પ કરનારા દિલ્હીના પૂર્વ શિક્ષણમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમાણિક, સંનિષ્ઠ અને મજબૂત આગેવાન નેતા શ્રી મનીષ સિસોદિયાજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
વિપુલ સુહાગિયાએ જણાવ્યું કે મનીષ સિસોદિયાના નેતૃત્વમાં દિલ્હીની સરકારી શાળાઓમાં થયેલો પરિવર્તન સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. તેમણે ઈમાનદારી, સમર્પણ અને દ્રઢ નેતૃત્વ સાથે શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
“મજબૂત અને પ્રગતિશીલ સમાજ માટે શિક્ષણ સૌથી મહત્વનું છે. મનીષ સિસોદિયાએ જાહેર શિક્ષણમાં જે ક્રાંતિકારી બદલાવ લાવ્યો છે તે પ્રશંસનીય છે,” એમ વિપુલ સુહાગિયાએ જણાવ્યું અને તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવી.
