વોર્ડ 23 ના કોર્પોરેટર પરેશ પટેલ એ બુધવારે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન 2025-26 અંતર્ગત ભાજપ સુરત મહાનગર કચેરીમાં બેઠક યોજી.
બેઠકમાં BLA-1 ના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ તેમજ વોર્ડ પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન કોર્પોરેટર પટેલે તમામ ઉપસ્થિત સભ્યોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું, જેથી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા સરળ અને અસરકારક રીતે અમલમાં આવી શકે.
