વોર્ડ 22ની કોર્પોરેટર રશ્મી સાબૂએ પોતાના જન્મદિવસને અનોખી રીતે ઉજવીને તેને સ્વચ્છતા દિવસ તરીકે નિમિત્ત બનાવ્યો. સુરત ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે અવિરત પ્રયત્નશીલ રહેલા સફાઈ કર્મચારીઓનો સન્માન કરવામાં આવ્યો.
આ પ્રસંગે રશ્મી સાબૂએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરતને સ્વચ્છતામાં નંબર વન શહેર બનાવવા માટે સતત સેવા આપતા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવું ગૌરવની વાત છે. તેમના સમર્પિત કાર્ય બદલ તેમને ભેટ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
કાર્યક્રમમાં સહ-કોર્પોરેટર્સ, વોર્ડ નં. 22ના અગ્રણીઓ, પ્રેક્ષા સેવા ફાઉન્ડેશનના સભ્યો, માતૃશક્તિ તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન સમયાંતરે આવા જાગૃતિ કાર્યક્રમો યોજીને શહેરમાં સ્વચ્છતા અને નાગરિક જવાબદારી પ્રત્યે પ્રેરણા આપે છે.
