વોર્ડ 17ના કોર્પોરેટર વિપુલ સુહાગીયા વિસ્તારની નાનામાં નાની સમસ્યાનું પણ નિરાકરણ થાય તે માટે હંમેશા સક્રિય પ્રયત્નો કરતા રહ્યા છે.
કિરણ ચોક, ભગવતી સોસાયટીના ખૂણે લાંબા સમયથી GEBના કેબલનું ફિંડલુ ખુલ્લેઆમ રસ્તા ઉપર નડતરરૂપ બની રહ્યું હતું, જેના કારણે પદયાત્રીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી. આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલ હટાવી કેબલ અન્ડરગ્રાઉન્ડ કરાવી ખૂણો સંપૂર્ણ રીતે ચોખ્ખો અને સલામત બનાવવામાં આવ્યો.
તે જ રીતે પ્રમુખપાર્કથી કેનાલ રોડ તરફના માર્ગ પર રસ્તાની વચ્ચે આવેલ GEBનું ટ્રાન્સફોર્મર (TC) ટ્રાફિક માટે નડતરરૂપ હતું. સ્થાનિક લોકોની ફરિયાદને ધ્યાને લઈ આ TCને રસ્તાની સાઈડમાં ખસેડવાની કામગીરી પણ શરૂ કરાવી દેવામાં આવી છે.
સ્થાનિક નાગરિકોએ કોર્પોરેટર વિપુલ સુહાગીયાની કામગીરીને સરાહનીય ગણાવી છે અને કહ્યું છે કે આવા પગલાંથી વિસ્તારમાં સુરક્ષા અને સુવ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થયો છે.
