નવલી નવરાત્રીના આ પાવન પ્રસંગે વોર્ડ 17ની કોર્પોરેટર એડવોકેટ સ્વાતી ક્યાડાએ તેમના મતવિસ્તારમાં આવેલી પ્રમુખછાયા સોસાયટીના વિભાગ C અને D ખાતે મા દુર્ગાની પૂજા અને આરતીમાં ભાગ લીધો હતો.
તેમણે શ્રદ્ધાળુઓ સાથે શેરી ગરબા મહોત્સવમાં ઉમંગપૂર્વક જોડાઈ, ભક્તિભાવથી માતાની આરાધના કરી અને ઉત્સવની દૈવી ઉજવણી કરી.
પ્રાર્થના વ્યક્ત કરતાં એડવોકેટ સ્વાતી ક્યાડાએ જણાવ્યું કે, “આ નવરાત્રીના નવ દિવસોમાં માં અંબાની કૃપા સૌ પર વરસે અને સૌના જીવનમાં સુખ-શાંતિ, આરોગ્ય, સમૃદ્ધિ અને સદભાવના વધતી રહે.”
