વોર્ડ 3ના કોર્પોરેટર મહેશ અણઘણે સરકારી મિલકતો પર વધતા દારૂ સેવનના બનાવોને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કડક વાંધો વ્યક્ત કરતાં અંગણે પ્રશ્ન કર્યો કે શું હવે દારૂ પીવા માટે સરકારી પરિસરો “સૌથી સેફ જગ્યાઓ” બની ગયા છે?
તેમણે આગળ પૂછ્યું કે આવી સરકારી જગ્યાઓમાં દારૂ આવી કેવી રીતે શકે છે, જે દેખરેખમાં મોટી ખામી દર્શાવે છે.
