વોર્ડ 3ના કોર્પોરેટર મહેશ અણઘણે દ્વારા આજે પાકા રોડ મિશન હેઠળ ત્રણ વધુ સોસાયટીના ગેટ સુધી પાકો ડામર રોડ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સોસાયટીના રહેવાસીઓ તથા આમ આદમી પાર્ટીના કાર્યકરોની ઉત્સાહભરી હાજરી આ પ્રસંગે જોવા મળી.
આ વિકાસ કામના રાજકીય પ્રયત્નોના સકારાત્મક પરિણામ રૂપે હવે શાંતમ બંગ્લોઝ, આસ્થા બંગ્લોઝ, પ્રગતિ બંગ્લોઝ તથા એક બીજી સોસાયટીને પરસ્પર જોડતો પાકો રોડ તૈયાર થશે, જેના દ્વારા લસ્કાણા–પાસોદરા રોડ સુધી સીધી અને સરળ કનેક્ટિવિટી પ્રાપ્ત થશે.
વર્ષોથી કાદવ, કીચડ અને ઉબડખાબડ રસ્તાઓથી પરેશાન રહેવાસીઓ માટે હવે આ રસ્તાઓ ચોખ્ખા, પાકા અને મજબૂત બની જશે, જેના કારણે રોજિંદી અવરજવર વધુ સરળ બનશે.
કોર્પોરેટર મહેશ અનઘણે તમામ રહેવાસીઓ, કાર્યકરો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના આશીર્વાદ અને વિશ્વાસથી આવા વિકાસના કામો ઝડપથી પૂર્ણ થઈ રહ્યા છે.
