વાર્ડ 17ની કોર્પોરેટર એડવોકેટ સ્વાતી ક્યાડાની આગેવાની હેઠળ મત વિસ્તારની વિવિધ સોસાયટીના પ્રમુખશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન સોસાયટી પ્રમુખશ્રીઓએ તેમના પ્રાથમિક પ્રશ્નોની રજૂઆત કરી.
સ્વાતી ક્યાડાએ તમામ મુદ્દાઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા અને જણાવ્યું કે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ થાય તે માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે નાગરિકોની સુવિધા અને વિસ્તારમાંના વિકાસ માટે Surat Municipal Corporation મારફતે સતત પ્રયત્નો ચાલુ રહેશે.
