સુરત સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ એસોસિએશન દ્વારા પતંગની દોરીથી કપાયેલા માનવ, પશુ અને પક્ષીઓ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલા હેલ્પલાઇન કેમ્પની આજે માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબે મુલાકાત લીધી.
આ પ્રસંગે વોર્ડ નં. 23ના કોર્પોરેટર પરેશ પટેલને પણ ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. કેન્દ્રીય મંત્રીએ કેમ્પમાં સેવાકીય કામગીરી કરતા સભ્યો સાથે સંવાદ કર્યો અને તેમની માનવસેવા માટે પ્રશંસા વ્યક્ત કરી.
કોર્પોરેટર પરેશ પટેલે આ કેમ્પ થકી સેવાકીય કાર્ય કરી રહેલા તમામ સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી, અને જણાવ્યું કે પતંગોત્સવ દરમિયાન આવી સેવાઓ જિંદગી બચાવનાર સાબિત થાય છે.
આ હેલ્પલાઇન કેમ્પ દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અને મદદ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે સમાજસેવા અને આરોગ્ય સેવાનો ઉત્તમ ઉદાહરણ છે.
