સુરત મહાનગરપાલિકાના વોર્ડ ૧૬માં આમ આદમી પાર્ટીને વધુ મજબૂતી મળતી જોવા મળી છે. વોર્ડ ૧૬ના કોર્પોરેટર પાયલ સકારિયા દ્વારા જણાવ્યા મુજબ, “આમ આદમી પાર્ટીમાં સૌનું સ્વાગત કરીએ છીએ” એવા ભાવ સાથે આજે પાર્ટીમાં નવા જોડાણો થયા છે.
આમ આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરાઈને સર્વ મંગલમ સેવા સંસ્થાના ટ્રસ્ટી મીનાક્ષીબેન ચોહાણ પોતાની સ્વયંસેવકોની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે જ, ભાજપના કારોબારી સભ્ય રહેલા ભાવનાબેન આસોદરિયા પણ પોતાની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ તમામ નવા સભ્યો સંઘર્ષના માર્ગ પર મજબૂતાઈથી આગળ વધવા અને વ્યવસ્થા પરિવર્તન માટે જુનૂન સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
કોર્પોરેટર પાયલ સકારિયાએ નવા જોડાયેલા સભ્યોને આવકારતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી હંમેશા જનહિત, પારદર્શિતા અને વિકાસ માટે કાર્ય કરતી આવી છે અને આવા જોડાણોથી પાર્ટીને વધુ બળ મળશે. સ્થાનિક કાર્યકર્તાઓ અને સમર્થકોએ પણ આ જોડાણોને આવકાર આપ્યો છે અને વોર્ડ ૧૬માં જનસેવા તથા વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરી છે.
