ઉમરા વેલંજા વિસ્તારના રહેવાસીઓ ગોથાણ બ્રિજથી રંગોલી ચોકડી સુધીના રોડ પર આવેલા ભયાનક ખાડાઓથી પરેશાન થઈ ગયા છે. રસ્તાની ખરાબ હાલતને કારણે સ્થાનિકો ભારે તકલીફ અનુભવી રહ્યા છે અને તેઓએ કડક ફરિયાદો કરી છે.
આ ફરિયાદોને પગલે એસએમસીના વિપક્ષ નેતા અને વોર્ડ 16ના કોર્પોરેટર પાયલ
સાંકરિયા, સ્થાનિક કોર્પોરેટર મોનલિબેન હીરપારા તથા અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લીધી અને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું.
પાયલ સાકરિયાએ અધિકારીઓને તાત્કાલિક રોડ સમારકામ શરૂ કરવાનો આદેશ આપ્યો. સ્પષ્ટ ચેતવણી આપતા તેમણે જણાવ્યું કે, “જો આવતી કાલથી આ ખાડાઓ અંગે કામગીરી શરૂ નહીં થાય, તો અમે સ્થાનિકોને સાથે રાખીને રોડ પર ધરણા પર બેસી જશુ.
