સાંસદ પુનમબેન માડમે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી; જામનગર–દેવભૂમિ દ્વારકા માટેના રેલવે વિકાસ કાર્યોની સમીક્ષા

સાંસદ પુનમબેન માડમે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી; જામનગર–દેવભૂમિ દ્વારકા માટેના રેલવે વિકાસ કાર્યોની સમીક્ષા

na

સાંસદ પુનમબેન માડમે આજે નવી દિલ્હીમાં માનનીય કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે શુભેચ્છા મુલાકાત કરી અને જામનગર–દેવભૂમિ દ્વારકા વિસ્તાર સાથે જોડાયેલા વિવિધ રેલ્વે વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરી.

PM ગતિ શક્તિ હેઠળ મંજૂર થયેલા ₹1457 કરોડના 159 કિ.મી. કાનાલૂસ–ઓખા ડબલ લાઇન પ્રોજનક્ટ માટે તેમણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ પ્રોજેક્ટથી પવિત્ર યાત્રાધામ દ્વારકાને વધુ લાંબા અંતરની ટ્રેનો મળશે, ઓખામંડળ સહિત છેવાડાના વિસ્તારોને સારા યાતાયાતના નવા વિકલ્પો મળશે, તેમજ સ્થાનિક યુવાનોને રોજગાર, વેપાર, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસના નવા અવસર મળશે.

તેમણે જણાવ્યું કે આ પ્રગતિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના *"જ્યાં માનવી ત્યાં સુવિધા"*ના સંકલ્પને ફરીથી સાકાર કરે છે. મુલાકાત દરમિયાન પુનમબેન માડમે વિસ્તારની ભાવિ જરૂરિયાતો, સ્ટેશન ઉન્નતીકરણ, મુસાફર સુવિધાઓના વિસ્તરણ, અને નવી ટ્રેનોની શક્યતાઓ વિશે પણ સકારાત્મક ચર્ચાઓ કરી.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart