પૂર્વ કેન્દ્ર મંત્રી દર્શના ઝરદોષ સોમવારના રોજ સુરત એરપોર્ટની સામે વિકસાવાનારા તાજ વિવંતાના નવા પ્રોજેક્ટના ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ હૃદાન હૉસ્પિટાલિટી દ્વારા દશરથ દેસાઈ, કેદાર જગીરદાર, હિતેશ દેસાઈ અને રિતેશ દેસાઈ સાથે મળીને વિકસાવવામાં આવી રહ્યો છે।
આ ભૂમિપૂજન સાથે પ્રોજેક્ટના નિર્માણની સત્તાવાર શરૂઆત થઈ છે, જે સુરતમાં લક્ઝરી હૉસ્પિટાલિટી અને પ્રવાસની સુવિધાઓને નવા ધોરણ પર લઈ જવાની શક્યતા ધરાવે છે. તાજ વિવંતાનો આ પ્રોજેક્ટ શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
દર્શના ઝરદોશે પ્રોજેક્ટ ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ પ્રોજેક્ટ સુરતના વ્યાપારિક અને પ્રવાસન ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે. તેમણે ટીમના દૂરંદેશી વિઝનને વખાણી અને શહેરના વિકાસ માટે શુભેચ્છાઓ આપી.
