આપના નેતા શોભના વાગાણીની આગેવાની હેઠળ ગત રોજ ૧૫૫–ઓલપાડ વિધાનસભાના વોર્ડ નં–૧ અને વોર્ડ નં–૨ માં આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને નિયુક્ત BLA-2 સાથે આવનારા કાર્યક્રમો અને રણનીતિ અંગે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સુરત શહેર પ્રમુખ ભાઈશ્રી ધર્મેશ ભાંડેરી તથા સુરત શહેર મહામંત્રી અને ઓલપાડ વિધાનસભાના પ્રભારી ભાઈશ્રી તુલસી લાલૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત ઓલપાડ વિધાનસભાના સહપ્રભારી ભાઈશ્રી પરિમલભાઈ કાનાણી, શ્રીમતી શોભના વાગાણી (AAP) તેમજ પાર્ટીના સંનિષ્ઠ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
