ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના *વોર્ડ નંબર 17 (પુણા પૂર્વ)*માં આગામી કાર્યક્રમોને લઈને એક મહત્વની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં વોર્ડ 17ની કોર્પોરેટર સ્વાતિ ક્યાડા દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓને આગામી કાર્યક્રમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યશાળા દરમિયાન સ્વાતિ ક્યાડાએ સંગઠનની મજબૂતી, સંકલન અને ભવિષ્યના કાર્યક્રમોની સફળ અમલવારી અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમણે કાર્યકર્તાઓને એકજૂટ બનીને ગ્રાઉન્ડ લેવલે કામ કરવાની અપીલ કરી હતી.
આ કાર્યશાળામાં વોર્ડ સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જશ્રીઓ, બૂથ પ્રમુખશ્રીઓ, BLA-2 શ્રીઓ તેમજ અનેક કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
