હીરાબા ખમકાર ફાઉન્ડેશન દ્વારા આજે ભવ્ય શિક્ષણ સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૫૫૧ દીકરીઓને શિક્ષણ સહાય રૂપે રૂ. ૭,૫૦૦ના ચેક આપવામાં આવ્યા. આ ઉપરાંત દીકરીઓને પુસ્તકો પણ વિતરણ કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં વોર્ડ નં. 17ની કોર્પોરેટર એડવોકેટ સ્વાતી ક્યાડા, સુરત મહાનગરપાલિકા ઉપસ્થિત રહી અને દીકરીઓને અભ્યાસમાં આગળ વધવા પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે દીકરીઓનું શિક્ષણ સમાજના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે.
સ્વાતી ક્યાડાએ હીરાબા ખમકાર ફાઉન્ડેશનના આ ઉત્તમ પ્રયાસને બિરદાવતા કહ્યું કે આવી સંસ્થાઓ દ્વારા અનેક દીકરીઓનું ભવિષ્ય ઉજ્જ્વળ બને છે. તેમણે ઉમેર્યું કે જ્યારે દીકરીઓ શિક્ષિત બને છે ત્યારે આખો સમાજ પ્રગતિ કરે છે.
