ધર્મેશ ભંડેરી, રજનિકાંત વાઘાણી, મોનાલી હિરપરા દ્વારા “ગુજરાત જોડો અભિયાન” જનસભાનું ઉત્રાણ, ઓલપાડ મતવિસ્તારમાં નેતૃત્વ

ધર્મેશ ભંડેરી, રજનિકાંત વાઘાણી, મોનાલી હિરપરા દ્વારા “ગુજરાત જોડો અભિયાન” જનસભાનું ઉત્રાણ, ઓલપાડ મતવિસ્તારમાં નેતૃત્વ

na

ગુજરાત જોડો અભિયાન” અંતર્ગત ગઈકાલે ઓલપાડ વિધાનસભાના ઉત્રાણ વિસ્તાર, વોર્ડ નં. ૧ પાટીદાર ચોક ખાતે ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ઉત્રાણ વિસ્તારના મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ સભામાં સુરત શહેર આપ પ્રમુખ ધર્મેશ ભંડેરી દ્વારા સુરત શહેર લોકસભા પ્રમુખ રજનિકાંત વાઘાણી, વોર્ડ નં. ૨ના કોર્પોરેટર એડવોકેટ મોનાલી હિરપરા, ઓલપાડ વિધાનસભા સહ-પ્રભારી પરિમલ કાનાણી, ઓલપાડ વિધાનસભા સહ-પ્રભારી શોભના વાઘાણી, સુરત શહેર ઓબીસી પ્રમુખ નિલેશ ચૌહાણ અને વોર્ડ નં. ૧ના પ્રભારી પંકજ સરખેડીયા ઉપસ્થિત રહ્યા હતા.

તેમની સાથે વોર્ડ નં. ૧ અને વોર્ડ નં. ૨ના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો અભિયાનને ટેકો આપવા અને એકતા દર્શાવવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart