રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મદિવસને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખી, તેને “સેવા દિવસ” તરીકે ઉજવવામાં આવ્યો.
આ અવસરે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં તમામ દર્દીઓ માટે ફ્રી OPD સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી, જેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓને સીધો લાભ મળ્યો. આ ઉપરાંત પાટીદાર સેવા સંઘ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તે હેતુથી આ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી અનેક સ્વયંસેવકો અને યુવાનો બ્લડ ડોનેશન માટે આગળ આવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓની ખૂબ સરાહના કરી અને સેવા ભાવનાથી કામ કરતા તમામ કાર્યકરો અને સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ આરોગ્ય, સામાજિક અને જનસેવા સંબંધિત અનેક કાર્યક્રમો યોજાઈ, જેના કારણે જન્મદિવસની ઉજવણી માનવસેવાના સંદેશ સાથે યાદગાર બની.
બાઈટ: દિનેશભાઈ નાવડીયા
રિપોર્ટ: જયુભાઈ ટાંક (પત્રકાર – ગુજરાત)
